દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે જનરલ રાવત, જાણો કેટલું શક્તિશાળી છે આ CDS પદ
CDS એક એવું પદ છે જેના પર રહેતા ઓફિસર સૈન્ય વિભાગના પ્રમુખ હશે. ફોર સ્ટાર જનરલ રેન્કના અધિકારીની આ પદ પર નિમણૂંક થાય. જેને સૈન્ય મેનેજમેન્ટમાં વિશેષ યોગ્યતા હાંસલ હશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન પણ બનાવવામાં આવ્યાં છે. એટલે કે તેઓ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન પણ હશે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પદને મંજૂરી આપ્યાંના છ દિવસમાં જ આ પદ પર નિયુક્તિ કરી દીધી છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે હાલના સેના પ્રમુખ જનરલ બિપિન રાવત (Bipin Rawat) દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યાં છે. જો કે હજુ તેની અધિકૃત જાહેરાત થવાની બાકી છે. બિપિન રાવત સરકારના સૌથી મોટા સૈન્ય સલાહકાર હશે. સીડીએસ 31 ડિસેમ્બરે પદભાર સંભાળશે. 31 ડિસેમ્બરે જ જનરલ બિપિન રાવત સેના પ્રમુખ પદથી રિટાયર થવાના છે. ત્યારબાદ લેફ્ટેનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને સેના પ્રમુખનું પદ સંભાળશે. દુનિયાના અનેક દેશોમાં સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હોય છે. આવો આપણે જાણીએ આ પદ પર રહેતા ઓફિસરના પાવર વિશે...
CDS એક એવું પદ છે જેના પર રહેતા ઓફિસર સૈન્ય વિભાગના પ્રમુખ હશે. ફોર સ્ટાર જનરલ રેન્કના અધિકારીની આ પદ પર નિમણૂંક થાય. જેને સૈન્ય મેનેજમેન્ટમાં વિશેષ યોગ્યતા હાંસલ હશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન પણ બનાવવામાં આવ્યાં છે. એટલે કે તેઓ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન પણ હશે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પાસે હશે આ પાવર...
સીડીએસ ત્રણેય સેનાઓ સંબ્ધિત મામલાઓમાં રક્ષા મંત્રાલયને સલાહ સૂચનો આપશે અને તેમના પ્રધાન સૈન્ય સલાહકાર પણ હશે. અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી જાહેરાત કરતા ભારતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સુરક્ષાના મોરચે નવા નવા પડકારોને જોતા દેશની ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેળ માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)નું નવું પદ રચવામાં આવશે. તેમણે કહ્યું કે સીડીએસ સેનાના ત્રણેય અંગો વચ્ચે તાલમેળ સુનિશ્ચિત કરશે અને તેમને પ્રભાવી નેતૃત્વ આપશે.
અત્રે જણાવવાનું કે નાટો (North Atlantic Treaty Organization) સાથે જોડાયેલા મોટા ભાગના દેશ આ વ્યવસ્થા હેઠળ પોતાની સેનાઓના સર્વોચ્ચ પદ પર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નિયુક્ત કરે છે. તેમની શક્તિઓ આર્મ્ડ ફોર્સિસમાં સૌથી વધુ હોય છે.
ત્રણેય સેનાઓ પર રહેશે કમાન્ડ
અત્રે જણાવવાનું કે ઈન્ડિયામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ત્રણેય આર્મ્ડ ફોર્સિસ આર્મી, એરફોર્સ, નેવી માટે પ્રસ્તાવિત સંયુક્ત પ્રમુખ પદ છે. ભારતમાં કારગિલ સમીક્ષા સમિતિએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદની ભલામણ કરી હતી. ત્યારબાદ વર્ષ 2006માં સામેલ તમામ પક્ષો પાસેથી પરામર્શ પ્રક્રિયા શરૂ કરાઈ. પછી 2017માં સુરક્ષા પર કેબિનેટ સમિટીએ સીડીએસ માટે એક પદના નિર્માણ સંબંધિત અંતિમ નિર્ણય લેવાની પ્રક્રિયા શરૂ કરી. જેની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2019ના રોજ કરી.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સૈન્ય અભિયાન દરમિયાન ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેળ બેસાડવાનું કામ કરશે. જેમનો સીધો સંપર્ક રક્ષા મંત્રાલય સાથે હશે. ભારતમાં એવી વ્યવસ્થા કરાઈ છે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પોતાના પદથી રિટાયર થયા બાદ મંજૂરી વગર ન તો કોઈ સરકારી પદ ધારણ કરી શકશે કે ન તો કોઈ પ્રાઈવેટ સંસ્થામાં નોકરી કરી શકશે.
કારગિલ યુદ્ધ પછી મળ્યું હતું સૂચન
CDS થળસેના, વાયુસેના અને જળસેનાના એકીકૃત સૈન્ય સલાહકાર હશે. 1999માં બનાવવામાં આવેલી કારગિલ સુરક્ષા સમિતિએ આ અંગે સૂચન કર્યું હતું. ચીફ ઓફ ડિફેન્સસ્ટાફની નિયુક્તિનો હેતુ ભારતની સામે આવતા સુરક્ષા પડકારોને પહોંચી વળવા ત્રણેય સેનાઓ વચ્ચે સારો તાલમેળ કરવાનો છે. વડાપ્રધાને 15મી ઓગસ્ટે જાહેરાત કર્યાં બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી જેણે CDSની નિયુક્તિની પદ્ધતિ અને તેમની જવાબદારીઓને અંતિમ સ્વરૂપ આપવાનું કામ કર્યું.
જુઓ LIVE TV
આ દેશોમાં છે CDS પદ
હાલ યુનાઈટેડ કિંગડમ, શ્રીલંકા, ફ્રાન્સ સહિત લગભગ 10 દેશોમાં તેની વ્યવસ્થા હતી. હવે ભારતનું નામ પણ તેમા જોડાયું છે. અત્રે જણાવવાનું કે દરેક દેશ પોતાના ત્યાં CDSને અલગ અલગ પાવર આપે છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તિથી ત્રણેય સેનાઓ વચ્ચે સમન્વય મજબુત થશે અને સૈન્ય ઓપરેશનની સ્થિતિમાં રણનીતિ પર ઝડપથી અમલ થઈ શકશે. અત્રે જણાવવાનું કે બ્રિટમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તમામ બ્રિટિશ સશસ્ત્ર દળોના પ્રોફેશનલ હેડ હોય છે. સીડીએસ ત્યાંના રક્ષા મંત્રાલય અને વડાપ્રધાનના સૌથી સીનિયર સૈન્ય સલાહકાર હોય છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મંત્રાલયના સચિવ જે વરિષ્ઠ સિવિલ સર્વન્ટ હોય છે તેમની અંડરમાં કામ કરે છે. ભારતમાં આ પદ ફોર સ્ટાર જનરલનું પદ હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે